✧ પ્રશ્નોતરી ✧

※ ભારતની 50% જેટ્લી ખાંડની મિલો ક્યા બે રાજ્યોમાં આવેલી છે ?
A તમિલનાડુ અને કર્ણાટક
B મહારાષ્ટ્ર અને તમિલનાડુ
C મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ 
D ઉત્તર પ્રદેશ અને બિહાર

※ ઉત્તર-પૂર્વ રેલવેનું મુખ્યાલય ક્યા સ્થળે આવેલું છે ?
A માલેગાંવ
B ગોરેગાંવ
C ગોરખપુર 
D કોલકાતા

※ ભારતની પશ્વિમ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
A મુંબઇ 
B અમદાવાદ
C વડોદરા
D રાજકોટ

※ નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ માધ્યમિક કક્ષાની છે ?
A બૅંકિંગ કામગીરી
B વનસંવર્ધન
C પશુપાલન
D અણુશસ્ત્રોનું ઉત્પાદન

※ નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ સેવાક્ષેત્રની છે ?
A પશુપાલન
B મત્સ્યઉદ્યોગ
C શિક્ષણ 
D કારખાના

※ વૈશ્વિકીકરણની નીતિ ક્યા પ્રકારના વ્યાપાર સાથે જોડાયેલી છે ?
A પ્રાદેશિક
B આંતરિક
C વિદેશ 
D સ્થાનિક

※ ભારતની મુખ્ય સમસ્યા પૈકીની એક ગંભીર આર્થિક સમસ્યા કઇ છે ?
A નિરક્ષરતા
B આતંકવાદ
C રૂઢિચુસ્તતા
D ગરીબી

※ તમે બેરોજગાર છો, રોજગાર વિષયક નોંધણી કરાવવા તમે ક્યાં જશો ?
A જિલ્લા પંચાયત
B તાલુકા પંચાયત
C જિલ્લા ગ્રામવિકાસ એજન્સી 
D રોજગાર વિનિમય કચેરી

※ ઔદ્યોગિક વિકાસની સાથે શ્રમિકોમાં સમજણ અને ઉત્સાહમાં વધારો કરવા માટે સરકારે કઇ સંસ્થાની સ્થાપના કરી છે ?
A કેન્દ્રીય શ્રમિક બોર્ડ
B કેન્દ્રિય ઔદ્યોગિક બોર્ડ
C કેન્દ્રીય શિક્ષણ બોર્ડ
D કેન્દ્રીય શ્રમિક શિક્ષા બોર્ડ

※ ઇ.સ.2003માં ભારતમાં ગરીબોનું પ્રમાણ કેટલું હતું ?
A 33 કરોડ
B 28 કરોડ 
C 38 કરોડ
D 23 કરોડ

ટિપ્પણીઓ નથી: