※ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?
જવાબ~> સાપુતારા
※ ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે?
જવાબ~> અમદાવાદ
※ ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ?
જવાબ~> પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ
※ પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું?
જવાબ~> નાનજી કાલિદાસ મહેતા
※ સંયુકત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે?
જવાબ~> ચિન્મય ઘારેખાન
※ ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે?
જવાબ~> કચ્છ
※ મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી?
જવાબ~> અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪
※ કચ્છના રણપ્રદેશનો પરિવેશ કોની વાર્તાઓમાં વિશેષ જોવા મળે છે?
જવાબ~> જયંત ખત્રી
※ ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી?
જવાબ~> વડોદરા
※ સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઇ છે ?
જવાબ~> હાથમતી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો