1.બ્રહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?
જવાબ: રાજા રામમોહનરાય
2.રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
જવાબ: સંવાદકૌમુદી
3.ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
જવાબ: લોર્ડ વિલિયમ બૅન્ટિંકે
4.રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
જવાબ: મિરાત-ઉલ-અખબાર
5.દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિંદુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો ?
જવાબ: સ્વામી વિરજાનંદ
6.દયાનંદ સરસ્વતીએ ક્યો ગ્રંથ લખ્યો ?
જવાબ: સત્યાર્થ પ્રકાશ
7.આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?
જવાબ: દયાનંદ સરસ્વતી
8.હરદ્વાર પાસે 'કાંગડી' ગુરુકુળ કોણે સ્થાપ્યું ?
જવાબ: સ્વામી શ્રદ્ધાનંદે
9.કોલકાતા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલીમાતાના પૂજારી કોણ હતા ?
જવાબ: સ્વામી રામકૃષ્ણ પરમહંસ
10.સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?
જવાબ: નરેદ્રનાથ
11.સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?
જવાબ: સ્વામી રામકૃષ્ણ પરમહંસ
12.સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના ક્યા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?
જવાબ: શિકાગો
13.રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?
જવાબ: સ્વામી વિવેકાનંદ
14.સૈયદ અહમદખાને અને શરીઅતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું ?
જવાબ: વહાબી
15.અલીગઢમાં મુસ્લિમ કૉલેજની સ્થાપના કોણે કરી ?
જવાબ: સર સૈયદ અહમદખાને
16.શીખોએ પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે કઈ કૉલેજની સ્થાપના કરી ?
જવાબ: ખાલસા કૉલેજ
17.કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઇ.સ. 1891 માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો ?
જવાબ: બહેરામજી મલબારીના
18.ઇ.સ. 1857 માં પૂણેમાં કોણે કન્યાશાળા શરૂ કરી ?
જવાબ: જ્યોતિબા ફૂલેએ
19.સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?
જવાબ: જ્યોતિબા ફૂલે
20.'પંચમહાલ ભીલ સેવા મંડળ'ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ: ઠક્કર બાપાએ
21.'અખિલ હિંદ હરિજન સંઘ'ના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી ?
જવાબ: ઠક્કર બાપાએ
22.સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?
જવાબ: રાજા રામમોહનરાય
23.રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ: ઈ.સ. 1772માં
24.રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: બંગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં
25.કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?
જવાબ: ભાભીની સતી થવાની
26.રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?
જવાબ: હિંદુ કૉલેજની
27.કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?
જવાબ: ઈ.સ. 1829માં
28.કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?
જવાબ: દિલ્લીના બાદશાહના
29.કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?
જવાબ: ઈ.સ. 1833માં
30.રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?
જવાબ: બ્રિસ્ટોલ મુકામે
31.દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો ?
જવાબ: સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં
32.સ્વામી દયાનંદ સરસ્વતીએ કેટલા વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કર્યું ?
જવાબ: 15
33.આર્યસમાજે હિંદુઓને હિંદુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી ?
જવાબ: શુદ્ધિ ચળવળ
34.સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનાં દર્શન કર્યા તેથી તેમણે લોકોને શાનો બોધ આપ્યો ?
જવાબ: વેદો તરફ પાછા વળો
35.રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: બંગાળના હૂગલી જિલ્લાના કામારપુકૂર ગામમાં
36.સ્વામી વિવેકાનંદે કયું સૂત્ર ભારતીયોને આપ્યું ?
જવાબ: ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો
37.ગુજરાતમાં કઈ જગ્યાએ આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી ?
જવાબ: વડોદરા
38.સર સૈયદ અહમદખાને કયું સામયિક શરૂ કર્યું ?
જવાબ: તહઝિબ-ઉલ-અખલાક
39.ઠક્કરબાપાનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: ભાવનગર
40.અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજસુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી ?
જવાબ: રહનુમા-ઈ-મઝદયરબન
41.ગુરૂદ્વારાઓમાં પ્રવેશેલાં દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે કઈ સમિતિ બનાવવામાં આવી ?
જવાબ: શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ
42.નીચેના પૈકી ક્યો રોગ જળ-પ્રદૂષણથી ફેલાય છે ?
જવાબ: કૉલેરા
43.વાતારણમાં ક્યો વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ
44.વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ ક્યો છે ?
જવાબ: CFC
45.વૃક્ષો ઓછાં થવાથી ક્યા વાયુનું પ્રમાણ વધી ગયું છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ
46.નીચેના પૈકી ક્યા વાયુથી ઍસિડનો વરસાદ થાય છે ?
જવાબ: નાઇટ્રસ ઑક્સાઇડ
47.વાહન માટેનું કયું બળતણ પ્રદૂષણમુક્ત છે ?
જવાબ: CNG
48.આમાંથી ક્યો રોગ હવાના પ્રદૂષણથી થાય છે ?
જવાબ: દમ
49.માનવનિર્મિત સમસ્યાઓમાં ક્યું પ્રદૂષણ અગ્રસ્થાને છે ?
જવાબ: પાણીનું
50.ક્યો રોગ જળ પ્રદૂષણથી થાય છે ?
જવાબ: કમળો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો